માન. આનંદીબેન પટેલ સાહેબ
માન. મુખ્ય મંત્રીશ્રી - ગુજરાત
નમસ્કાર.
આજનાં શિક્ષણથી આપણે સહુ વેદના અનુભવી રહ્યાં છીએ. આ વેદનામાંથી છૂટવાનો અને શિક્ષણને સફળતાના રાજમાર્ગે લઇ જવાનાં એક માર્ગ વિશે જણાવવું છે.
દેશ પરદેશના શિક્ષણનો અભ્યાસ અને ૪૫ વર્ષનો શિક્ષણ સાથેનો અનુભવ પછી જે સમજાયું તે આપશ્રીની સમક્ષ મૂકી રહ્યો છું.
શિક્ષણને ગતિશીલ બનાવવાનો રાજમાર્ગ છે સ્વાયતતા
આપશ્રીને એટલી જ વિનંતી છે કે ...
સ્વાયતતા માટે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને માત્રને માત્ર શિક્ષણશાસ્ત્રીઓની એક કમિટી નીમવામાં આવે.
સ્વાયત સંસ્થાઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પાસે આજે પણ હજુ પણ કેટલાંક તટસ્થ શિક્ષણશાસ્ત્રીઓ છે. તે ગુજરાતનું સદ્દભાગ્ય છે.
પ્રાયોગિક ધોરણે આ કમિટી નક્કી કરે તે શરતે અને તેવી >>>
· ૧૦ % પ્રાથમિક શાળાને સ્વાયતતા આપવામાં આવે.
· ૧૦ % માધ્યમિક શાળાને સ્વાયતતા સ્વાયતતા આપવામાં આવે.
આઝાદીના સમયે ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રીયકક્ષા સુધી નામાંકિત હતી, તેની પાછળનું ખરું રહસ્ય તેની સ્વાયત્તામાં છૂપાયેલું હતું. સ્વાયતતા એ શિક્ષણનો આધારસ્તંભ છે. આજે સ્વાયતત્તા વિનાની આ જ સંસ્થાઓ કેવી બની ગઈ છે, તેનાથી આપશ્રી સારી રીતે વાકેફ છો.
પરદેશમાં સ્વાયતતાનાં કારણે જ શૈક્ષણિક સંસ્થાઓ સફળ બની રહી છે.
GCERT – ગાંધીનગરને સ્વાયતત્તા અપાયા પછી જ તે આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રાપ્ત કરી શકી છે.
ગુજરાતને ગતિશીલ બનાવવા માટે શિક્ષણને ગતિશીલ બનાવવું જ રહ્યું. તે માટે શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયતતા આપવી એ આજનાં સમયની માંગ છે.
મને શ્રદ્ધા છે.
આપનો વિશ્વાસુ
નલિન પંડિત
નકલ સાદર રજૂ.
માન. શિક્ષણ મંત્રીશ્રી
માન. શિક્ષણ મંત્રીશ્રી - રાજ્ય
માન. સચિવ શ્રી શિક્ષણ