12 March 2021

Re: Task force meeting

તમારી ખોટ પડે છે.
કરવું શું?

On Fri, Mar 12, 2021, 10:51 PM Nalin Pandit <nalin.pandit@gmail.com> wrote:

---------- Forwarded message ---------
From: pandya chintan n <cnp1001@rediffmail.com>
Date: Fri, Mar 12, 2021, 10:05 PM
Subject: Task force meeting
To: Nalin Pandit <nalin.pandit@gmail.com>

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની અમલવારીની પ્રક્રિયા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં રાજ્યની ટાસ્ક ફોર્સ સભ્યોની બેઠક થઈ ગઈ અને આ સભ્યો દ્વારા કરવામાં આવેલ સુચનોનું અમલીકરણ વર્ષ 2021-22 નક્કી કરવામાં આવેલ છે.
પૂર્વ પ્રથમીકના પ્રથમ બે વર્ષ આંગણવાડીમાં થશે. આંગણવાડીના કાર્યકરોને તાલીમ આપી સજ્જ કરાશે !!
5+ વયનું બાળક "બાલવાટિકા" માં પ્રાથમિક શિક્ષણની પૂર્વ તૈયારી કરશે. આ માટે શિક્ષકની લાયકાત PTC /D.El.Ed નક્કી કરવામાં આવેલ છે !!!!!!
વિશ્વભરમાં મોન્ટેસોરી પદ્ધતિ સર્વસ્વીકાર્ય બની છે અને ગુજરાતમાં 100 વર્ષ અગાઉ " મુછાળી મા" ગિજુભાઈ બધેકા દ્વારા બાળ કેળવણીનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે અને એના મીઠાં પરિણામો એક શતકથી મળી રહ્યા છે. પૂર્વ પ્રાથમિક શિક્ષકો તૈયાર કરવા માટે પણ ગિજુભાઈએ અભ્યાસક્રમ રચેલ અને બાલ અધ્યાપનમંદિર દ્વારા અમલ પણ કરેલ. પદ્મવિભૂષણ તારાબેન મોડક, "વેડછીનો વડલો" જુગતરામ દવે જેવી વિભૂતિઓએ ગીજુભાઈ સાથે અમૂલ્ય યોગદાન આપેલ. શહેર, ગ્રામ્ય અને છેવાડાના આદિવાસી વિસ્તારના બાળકોને પણ કેળવણી આપેલ.
સર્વ સામાન્ય શિક્ષણને જાણવું-સમજવું અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને જાણવું-સમજવું એ બન્ને માં જમીન આસમાનનો તફાવત હોય છે.બાળ કેળવણીનું મનોવિજ્ઞાન એ અલગ જ છે.
Task force ના સૂચનો દ્વારા તો એવું જણાય છે કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NEP2020 માં પૂર્વ પ્રથમીકના પ્રથમ પાંચ વર્ષમાં આપવાની થતી કેળવણીનું મહત્વ સાવ નગણ્ય કર્યું છે. PTC /D.El.Ed ની લાયકાત ધરાવતો શિક્ષક પૂર્વપ્રથમીકના "બાલવાટિકા" વર્ગમાં કઈ પદ્ધતિથી કાર્ય કરશે !!!
ધો.1-2 માં પ્રવર્તમાન " પ્રજ્ઞા " કાર્યક્રમની પણ સમીક્ષા થવી અત્યંત જરૂરી છે.
એક શતકથી ગુજરાત રાજ્યમાં જે બાલકેળવણીની પદ્ધતિ સફળ પરિણામો આપી ચુકી છે તે પદ્ધતિ આજે પણ એટલી જ પ્રસ્તુત છે અને NEP2020 માં આ જ વાત પ્રતિબિંબિત થાય છે. ગુજરાત,ECCE માં સમગ્ર રાષ્ટ્રને દિશાસુચક બની રહે તેમ છે.
પૂર્વપ્રાથમીક કક્ષાની મહત્તા સમજી પૂર્વપ્રાથમીક કેળવણીની તાલીમ પામેલા શિક્ષકો દ્વારા જ આંગણવાડી અને બાલવાટિકામાં કેળવણી આપવાનું કાર્ય કરે તે યથાયોગ્ય છે.
જેમ કેન્દ્ર સરકારે કેળવણીકારો,શિક્ષણવિદો અને પ્રજાના સૂચનો લઈ NEP2020 ની રચના કરેલ છે તેમ જ રાજ્ય સરકારે સૂચનો અને પ્રતિભાવો મેળવી અમલીકરણ કરવાની પ્રક્રિયામાં આગળ વધવું જોઈએ.અન્યથા અન્ય ક્ષેત્રોમાં વિકાસશીલ ગણાતું ગુજરાત, શિક્ષણ ક્ષેત્રની અસ્મિતા ગુમાવશે જ.

Fwd: Task force meeting