(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)
અમેરિકામાં તાશી સાથે રમવા વીસેક દિવસ રહ્યો. આ દિવસો ખૂબ આનંદમાં પસાર થયાં. અમેરિકાથી પરત વિમાની મુસાફરી દરમિયાન પ્રથમવાર વાદળોમાં થતાં વીજળીના ગોળાઓને ઉપરથી પૂર્ણ રીતે જોયા.
અમેરિકામાં તાશી સાથે રમવા વીસેક દિવસ રહ્યો. આ દિવસો ખૂબ આનંદમાં પસાર થયાં. અમેરિકાથી પરત વિમાની મુસાફરી દરમિયાન પ્રથમવાર વાદળોમાં થતાં વીજળીના ગોળાઓને ઉપરથી પૂર્ણ રીતે જોયા.
વિમાનમાં એક જાણીતા ફિલ્મી કલાકાર પણ હતાં. એના પરથી વિચાર આવ્યો કે જો અમિતાભ કે આમીરખાન સાચું શિક્ષણ કોને કહેવાય તેવી જાહેરાતમાં આવે તો કેવું સારું. એવી જ રીતે, આ કલાકારો ખાદીના વિવિધ ડ્રેસની જાહેરાતમાં આવે તો કેવું સારું!
આપણા ગરમ દેશ અને રાજ્ય માટે કોટન અને ખાદી ઉત્તમ છે. ઠંડા પ્રદેશ માટે ટાઈ કોટ એકદમ બરાબર છે, વૈજ્ઞાનિક છે. પરંતુ આપણે તો હજુ પણ માનસિક રીતે ગુલામ જ છીએ તે ગરમીમાં પણ ટાઈ કોટ પહેરીએ છીએ. શાળામાં ટાઈ કોટ પહેરેલા વિદ્યાર્થીઓને જોઈને સંચાલકોની પૂછવાનું મન થાય છે કે એલા ભાઈ તમે પોતે કેમ ટાઈ કોટ નથી પહેરતા?
નામદાર હાઇકોર્ટે પણ હવે ઉનાળામાં વકીલોને ટાઈ પહેરવામાંથી મુક્તિ આપી છે. હવે તો ઉચ્ચ અધિકારીઓમાં પણ સમજદારી વધી દેખાય છે! ગુલામી માનસમાંથી બહાર આવતાં દેખાય રહ્યાં છે. સામાન્ય રીતે હવે તેઓ ટાઈ કોટ પહેરતા નથી. બાળકોને ટાઈ કોટમાંથી મુક્તિ અપાવવાનું સરકારને કેમ સુઝતું નહિ હોય? કે પછી કોર્ટના આદેશની રાહમાં હશે?
ખાદીમાં સાચો દેશ પ્રેમ છે. ખાદીમાં જ ભાજપનાં ચુંટણી ઢંઢેરા પૈકીનો 'સ્વદેશી'નો સાદ છે. અહીં ગાંધીબાપુ યાદ આવી જાય. તેનો રેંટિયો અને ચરખો યાદ આવી જાય. ખાદી પહેરીએ એટલે એક કુટુંબને રોજગારીમાં મળે. ગરીબો બેઠા થાય. ગામડું બેઠું થાય, દેશ બેઠો થાય. ગાંધીજીનું આ અદ્દભૂત ગણિત મારાં ધ્યાનમાં બહું વર્ષો પાછી આવેલું.
થોડા દિવસ પહેલાં સમાચાર મળ્યાં કે સ્વ. ઇન્દીરા ગાંધી અને માન.શ્રી મોદીસાહેબનાં શિક્ષણ સલાહકાર ડૉ. કિરીટભાઈ જોષી કે જેમને અમે પ્રેમથી કિરીટદાદા કહેતા તે ઋષિ પુરુષનું પોંડીચેરીમાં અવસાન થયું. તેઓ મહર્ષિ અરવિંદજી અને માતાજીના પરમ ભક્ત હતાં.
દાદાજીને એક વખત મળો એટલે તેઓની ઓરામાં ભીંજાવું જ રહ્યું. દાદાજીની ગુજરાતમાં આવ્યાં તે પછી તેઓની સાથે થોડી પળો ગુજારવાનું સદ્દનસીબ પ્રાપ્ત થયેલું. તેઓ જયારે ચિલ્ડ્રન યુનિવર્સિટી અંગેનો ડ્રાફ્ટ બનાવી રહ્યાં હતાં ત્યારે તે અંગે થોડીઘણી ચર્ચા કરવાનો અવસર મળેલો. દીર્ઘદ્રષ્ટા દાદાજી રૂરલ યુનિવર્સિટી બનાવવાનાં પણ આગ્રહી હતાં.
દાદાજી, આ ગુજરાત આપને સમજવામાં ઉણું ઉતર્યું તેમ માનું છું. આપ ગુજરાતમાં બહું થોડું રહ્યાં પણ ખૂબ આપી ગયાં. દાદાજી, આપ અમને સદાય યાદ આવશો. આપનાં માટે તો અમે શું પ્રાર્થના કરીએ? તેમ છતાં દિલના ઊંડાણથી કોટી કોટિ વંદન કરું છું. પ્રભુને પ્રાર્થના તો કર્યા વિના કેમ રહી શકીએ? આપ જ્યાં હશો ત્યાંથી અમને માર્ગ બતાવતા રહેજો. શું ગુજરાત આપની સલાહને સમજી શક્યું નહિ તેથી આપે પોંડીચેરીની દિશા પકડી હતી? જો આ સાચું હોય તો દાદાજી અમને માફ કરજો.
જેઓની રગેરગમાં પરીક્ષા અને સ્પર્ધા વ્યાપી ગયેલાં છે અને જેઓને શૌચાલયમાં અને સ્વપ્નાઓમાં પણ પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા, સ્પર્ધા સ્પર્ધા અને સ્પર્ધા જ આવે છે, તેવા ઉચ્ચ અધિકારીઓ પણ દાદાજી પાસે 'પરીક્ષા' નામનો શબ્દ પણ બોલવાની હિમંત નહોતા કરી શકતાં. પરીક્ષા કેવી યુદ્ધખોર છે તે દાદાજી આ અધિકારીઓને બરાબર સમજાવી શકેલા. આવાં એક પ્રસંગનો હું સાક્ષી છું.
પણ હવે તો દાદાજીએ પણ વિદાય લીધી અને ઉચ્ચ અધિકારીઓ પણ બદલાઈ ગયાં. પાછાં ઠેરના ઠેર. વળી પાછું મેકોલે અને આપઘાતયું શિક્ષણ. શું આપ કઈ કરી શકો તેમ છો? કે આરામ કરીશું? કે પછી રામ બોલીશું?
No comments:
Post a Comment