આ બેઠક અનેક રીતે આગવી પહેલ સમાન બની રહી.
- બેઠક અગ્રણી સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ spei દ્વારા આયોજિત હતી.
- બેઠકમાં અન્ય નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, સમન્વય, P4P, આચાર્યસંઘ, અન્ય નામાંકિત સંસ્થાઓ અને જાગૃત વાલીઓ જોડાયા હતાં.
- બેઠકને ગુજરાતનાં નામાંકિત બાલરોગ નિષ્ણાત ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબે માર્ગદર્શિત કરી હતી. આંતરરાષ્ટ્રીય હકીકતો, સંશોધનો અને જાત અનુભવ ભરેલી કહાની ખૂબ જ હૃદયદ્રાવક બની રહી.
- વીજળીવાળાસાહેબે અનેક દેશોનાં મજુરોએ વહન કરવાનાં ભાર અંગેના ધોરણો જણાવ્યાં. કમનસીબી અને કરુણતા એ છે કે આપણા બાળકો વય મુજબ મજુરો કરતાં પણ વધુ વજનનાં દફતરનો ભાર વહન કરી રહ્યાં છે.
- લોકભારતી સણોસરાનાં ડૉ અરુણભાઈ દવેની ઉપસ્થિતિ વિશેષ બની રહી. તેઓએ દફતરનો ભાર ઘટાડવાની પહેલને આવકારી. દિશાદર્શન સાથે તમામ સહયોગની ખાતરી આપી.
- સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ speiનાં સંવેદન ટ્રસ્ટી શ્રી જાગાણીસાહેબ અને સંસ્થાની કટિબદ્ધતાએ સહુ કોઈને ખૂબ પ્રોત્સાહિત કર્યા.
બેઠકની ફલશ્રુતિ
- ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ- spei અને બીજી પાંચેક સંસ્થાઓએ ખુલતા વેકેશનથી ભાર વિનાનાં દફતર અંગે પોતાની કટિબદ્ધતા દર્શાવી.
- સંચાલક મંડળના પ્રયાસોથી ટૂંક સમયમાં ભાવનગરની નામાંકિત સંવેદનશીલ સંસ્થાઓ જોડાશે.
- પ્રચાર અને પ્રસાર માટે ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબ પોતે એક ડોક્યુમેન્ટરી બનાવી આપશે.
- પ્રચાર અને પ્રસાર માટે એક પુસ્તિકા / પેમ્ફલેટ તૈયાર કરવાનું નક્કી થયું.
વિશેષમાં
- અમરેલી જીલ્લાની ધારી તાલુકાની એક પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાએ દફતર મુક્ત શાળા બનાવવાનો સંકલ્પ જાહેર કરેલ છે.
- ભાવનગરના તળાજા તાલુકાની એક માધ્યમિક શાળાનાં આચાર્યશ્રીએ પોતાની શાળામાં દફતરનો ભાર ઘટાડવા બાર ધોરણ સુધી સ્લેટ પેનના પ્રયોગની સફળ કહાની પ્રસ્તુત કરી.
- ભાવનગર પેન્શનર મંડળે ઉપવાસમાં જોડવાની ખાતરી આપી.
સહુનાં સહિયારા પ્રયાસથી ચારે દિશાએથી શુભ સમાચાર મળી રહ્યાં છે.
No comments:
Post a Comment