શિક્ષણની ગુણવત્તા
ડૉ. નલિન પંડિત
(nalin.pandit@gmail.com)
પૂર્વ નિયામક, GCERT ગાંધીનગર
તા. ૨૯ December, ૨૦૧૫
પ્રતિ,
માન. મુખ્ય મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. શિક્ષણ મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. મુખ્ય સચિવશ્રી - ગુજરાત રાજ્ય,
માન. શિક્ષણ સચિવશ્રી - ગુજરાત રાજ્ય,
માન. પ્રબુધ્ધજનો
પ્રાથમિક
શિક્ષણની ગુણવત્તા બાબતે સરકારથી માંડી સહુ કોઈ ખૂબ ચિંતીત છે. પરંતુ તેનો ઉપાય
શું?
શિક્ષણમાં
ગુણવત્તા સુધારવી સરળ છે. ગુણવત્તા સુધારવાનાં બે સરળ અને સચોટ ઉપાય છે.
૧. શૈક્ષણિક ઉપાય
- પ્રાથમિકમાં ભણતાં 20% થી 25% બાળકો ડિસ્લેક્સિક છે. પંચાયતની શાળાઓમાં તેનું પ્રમાણ વધારે છે.
- ડિસ્લેક્સિઆ એ કોઈ બિમારી નથી. કુદરતી ઉણપ છે.
- ડિસ્લેક્સિક બાળક સામાન્ય બાળક જેટલો કે તેનાથી પણ વધારે બુધ્ધિઆંક ધરાવે છે. ક્યારેક પ્રતિભાશાળી પણ હોય છે.
- ડિસ્લેક્સિક બાળકને વધુ ભણાવવાથી તે ભણવામાં વધુ નબળા પડે છે, એવું સંશોધનો કહે છે.
- ગુણોત્સવમાં ડિસ્લેક્સિક બાળકોને નબળા કે ઠોઠ ગણી તેના ઉપર જ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે!!
૨. વહીવટી ઉપાય
- કેળવણી નિરીક્ષક થકી ગુણવત્તામાં સારો સુધારો લાવી શકાશે. વિશ્વાસ રાખો. પશ્ચિમનાં દેશોમાં ઇન્સ્પેક્શન, સુપરવિઝન કે મોનીટરીંગ ઉપર જ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
- કેળવણી નિરીક્ષકની ખાલી રહેલી જગ્યાઓ તુરત ભરો. એટલું જ નહિ આ કેડરની જગ્યામાં શક્ય તેટલો વધારો કરવો ખૂબ જરૂરી છે.
- આજે કેટલાયે કેળવણી નિરીક્ષકો સારા છે. તેમ છતાં અત્ર તત્ર સર્વત્ર સામાન્યતઃ કેળવણી નિરીક્ષકની કેડર પ્રત્યે સહાનુભૂતિ નથી. પરંતુ તેનો ઉપાય છે જ. કેળવણી નિરીક્ષકની ફરજ અને ટ્રાન્સપરંસી અંગે નવેસરથી નિયમો બનાવી શકાય.
- આ કેડરનું સશક્તિકરણ થવું ખૂબ જરૂરી છે.
- નલિન પંડિત
Right sir
ReplyDeleteRight sir
ReplyDelete